સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » શક્તિ કપૂર વિરુદ્ધ કેસ દાખલ
Feedback Print Bookmark and Share
 

મલાડ ઉપનગરમાં ચૂંટણી સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે બોલીવુડ અભિનેતા શક્તિ કપૂર વિરુદ્ધ ગેર સંજ્ઞેય અપરાધનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.

માલવાની પોલિસ સ્ટેશનના વરિષ્ઠ ઇંસ્પેક્ટર જે.કે. હારગુડેએ કહ્યું કે, છ ઓક્ટોબરના રોજ કોંગ્રેસ ઉમેદવાર અસલમ શેખ માટે વોટ માંગતી વેળાએ અભિનેતાએ કેટલીક ભડકાઉ અને આપત્તિજનક ટિપ્પણી કરી.

અભિનેતાએ કથિત રૂપે કહ્યું હતું કે, વિરોધીઓને ઉખાડી ફેંકો અને તેમની કમર તોડી નાખો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચના સંજ્ઞાનમાં મામલાને લાવ્યાં બાદ અભિનેતા વિરુદ્ધ ગૈર સંજ્ઞેય અપરાધનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.
સંબંધિત જાણકારી શોધો