સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » દિવાળી બાદ શાઈની પર આરોપ નક્કી થશે
Feedback Print Bookmark and Share
 

નોકરાણીની સાથે બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલ બોલીવુડ અભિનેતા શાઈની આહુજા પર દિવાળી પછી આરોપ નક્કી કરી દેવામાં આવશે. કેસની સુનાવણી કરી રહેલ સત્ર કોર્ટે કેસની આગામી તારીખ છ નવેમ્બરના રોજ નક્કી કરી છે.

આહુજાના વકીલ શ્રીકાંત શિવાંડેએ પાછલી તારીખે અદાલતને બતાવ્યુ હતુ કે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે શાઈની પર આરોપ નક્કી કરવાની રોક લગાવી છે કારણ કે આહુજાએ કેસ સાથે જોડાયેલ મેડિકલ અને ફોરેસિક રિપોર્ટ પ્રાપ્ત કરવા માટે અરજી દાખલ કરી છે. શિવાંડેનો દાવો છે કે શાઈની અને પીડિતાના મેડિકલ રિપોર્ટ મેળ નથી ખાતા.
સંબંધિત જાણકારી શોધો