સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » વારાણસીનુ દેવ દિવાળીનું આયોજન રદ્દ
Feedback Print Bookmark and Share
 

W.D
વારાણસી પ્રશાસનના કથિત અસહયોગને કારણે અહી ગંગાના જુદા જુદા ઘાટની સમિતિએ આ વર્ષે દેવ દિવાળીનો વિશ્વ પ્રસિદ્ધ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આ પ્રસંગ પર અહીં આવનારા લાખો પર્યટકોને ભારે નિરાશ થયા છે.

દેવ દિવાળી મહસમિતિના સંયોજક નારાયણ ગુરૂએ જણાવ્યુ એક બસપા સરકારના અધિકારીઓએ અસહયોગપૂર્ણ રવૈયો બતાવતા ગંગાન વિવિધ ઘાટની દેવ દિવાળી સમિતિઓની મૈરાથન સંયુક્ત બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે વારાણસી ગંગાના ઘાટ પર બે નવેમ્બરની કાર્તિક પૂનમના પ્રસંગ પર આયોજીત થનાર દેવ દિવાળીનો કાર્યક્રમ નહી યોજાય.

તેમણે આરોપ લગાવ્યો કે વારાણસીના આયુક્ત એનએસ રવિ અને અહીના પોલીસ ઉપમહાનિરીક્ષક પીસી મીણા પોતાના પરિવાર અને મિત્રો માટે દેવ દિવાળી સમિતિઓ પાસેથી દસ નાવડી, અને બે સ્ટીમરની માંગ કરી રહી હતી, જેને હાજર કરાવવામાં તેમની અસમર્થતાને ધ્યાનમાં રાખ્યા વગર અહીના અધિકારીઓએ દેવ દિવાળીના ભવ્ય આયોજનમાં અડચણો ઉભી કરવાની શરૂ કરી દીધી હોવાથી આ આયોજન આ વર્ષે રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો.
સંબંધિત જાણકારી શોધો