જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક ગામમાં સુરક્ષા ટુકડીએ પાકિસ્તાન આધારિત સંગઠન લશ્કર એ તૈયબાના ત્રણ સક્રિય કાર્યકરોની ધરપકડ કરી છે.
રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, પકડાયેલા કાર્યકર્તાઓની ઓળખ મોહમ્મદ ફારૂખ, કાદિર અને રિયાજ અહમદના રૂપમાં કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ સક્રિય કાર્યકર્તાઓને પુછપરછ માટે પોલીસને સોંપી દેવામાં આવ્યાં છે.