સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » આઈઓસી ડેપોમાં આગ, 13 કલાક બાદ પણ બેકાબૂ
Feedback Print Bookmark and Share
 

જયપુરના સીતાપુર ઔદ્યોગિક વિસ્તારમાં ભારતીય તેલ નિગમ (આઈઓસી) ડિપોમાં લાગેલી આગ પર 13 કલાક છતાંપણ કાબૂ મેળવી શકાયો નથી. તેમાં અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ નિપજ્યાં છે
fire
PTI
PTI
જ્યારે 150 થી વધારે લોકો ઘાયલો થયાં છે. આગના કારણે થયેલા ધડાકાઓથી ડિપોથી જોડાયેલા કેટલાક મકાન અને દુકાનોને નષ્ટ કરી દીધી છે. અનેક દુકાનોમાં તરાડ પડી ગઈ છે. ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે શરૂ થયેલી આગ પર કાબૂ મેળવવા માટે સેનાના જવાન જોડાયેલા છે.


મુરલી દેવાડાએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડા શુક્રવારે સવારે જયપુર પહોંચ્યા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. દેવડાએ કહ્યું કે, દુર્ધટના કેવી રીતે થઈ તેની તપાસ માટે એક ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવશે. આ વચ્ચે આઈઓસીના અધિકારીઓના હવાલે એક સમાચાર ચેનલે કહ્યું છે કે, કોર્પોરેશન પાસે સંશાધનોની કમી છે. આગ પર સાંજ સુધીમાં નિયંત્રણ પ્રાપ્ત કરી લેવામાં આવવાની સંભાવના છે.

જયપુરની હોસ્પિટલ હાઈએલર્ટ પર
દુર્ઘટનામાં ઘાયલ લોકોને આસપાસની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. જયપુરની તમામ હોસ્પિટલોને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો