જયપુરમાં આગથી અફરા-તફરી

જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપ્રુર-કોટા રાષ્ટ્રીય રાજમાર્ગ પર સીતાપુરા ઈંડસ્ટ્રિયલ ક્ષેત્રમાં સ્થિત આઈઓસીના તેલ ડેપોમાં આજે સાંજે ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે કે સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા આનાથી વધુ હોઈ શકે છે. આઈઓસી ડેપોમાં આગ લાગી તે સમયે ડેપોમાં કેટલા કર્મચારીઓ ડ્યુટી પર હતા તેને લઈને હજુ સુધી કોઈ પણ બોલવા તૈયાર નથી. જિલા પ્રશાસને આઈઓસી ડેપો નજીક લગભગ એક કિલોમીટરની અંદર રહેલા લોકોને ઘરમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. બીજી બાજુ મુખ્ય માર્ગ પર વાહનવ્યવ્હાર રોકી દેવામાં આવ્યો છે. આગ લાગવાની ઘટનાથી રાજધાનીમાં ફેલાતા જ સાંગાનેર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સુરક્ષિત સ્થળો પર જલ્દી પહોંચવાના ચક્કરમાં અને આગ જોવા માટે આવનાર લોકોની ભીડ ઘટના સ્થળ પર પહોંચવાને કારણે રોડ પર વાહનવ્યવ્હર જામ થઈ ગયો. દેવ ઉઠની અગિયારસ હોવાથી જયપુરમાં આજે વિવાહોની જોરદાર ભરમાર હતી. ઘણા વરરાજા કેટલાય કલાકો સુધી ફસાયેલા રહેવાથી લગ્નનુ મૂહુર્ત નીકળી ગયુ. જિલ્લા સરકારે ઘટનાસ્થળ પર મુખ્ય માર્ગ પર વાહનવ્યવ્હાર રોકી દીધો હોવાને કારણે સાંજે આવનારા વરઘોડા કેટલાય કિલીમીટર દૂરનો ચક્કર લગાવી સાંગાનેર પહોંચવુ પડ્યુ અને કેટલાય પરિવારજનો ઘરે પહોંચી ન શકવાને કારણે ચિંતામાં જોવા મળ્યા.