સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ !
Feedback Print Bookmark and Share
 

રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. મુખ્યમંત્રીના કાર્યાલયે સમર્થન આપ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઈન ફ્લૂ થયો છે.
Narendra-Modi
ND
N.D
તબીબોએ પણ મુખ્યમંત્રી મોદીને ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયાની યાત્રાએથી પરત ફર્યા હતાં અને એ અરસામાંજ તેમને સ્વાઈન ફ્લૂનો ચેપ લાગ્યો હોવાના સમાચાર બુધવારે સમગ્ર ગુજરાતભરમાં ફેલાઈ ચૂક્યાં હતાં.

રશિયાથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી મોદીના શરીરમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યાં હતાં તેમ છતાં પણ તેમણે કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધી તેઓ કાર્યાલયમાં હાજર રહ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો