સોશિયલ નેટવર્કિંગ સાઈટસની લોકપ્રિયતાને જોતા વેબદુનિયાએ પણ સોશિયલ નેટવર્કિંગ સાથે જોડાવવાનો પ્રયત્ન કર્યો છે. વેબદુનિય હવે જોડાઈ ગયુ છે ટ્વિંટર યુઝર્સની લિસ્ટમાં. જેના કારણે હવે ટ્વિંટરના યુઝર્સ પણ વેબદુનિયાના તાજા સમાચાર અને રોચક માહિતી મેળવી શકશે.
વેબદુનિયા પોર્ટલ હવે તમને ટ્વિટર પર પણ જોવા મળશે. વેબદુનિયા પોતાની નવ ભાષાઓમાં હવે ટ્વિટર પર પણ હાજર રહેશે વેબદુનિયાના સમાચારોની લિંક ટ્વિંટરન વેબદુનિયા એકાઉંટમાં પ્રદર્શિત થશે. ટ્વિટરના યૂઝર્સ આ લિક્સને ક્લિક કરીને વેબદુનિયાના સમાચાર વાંચી શકશે. ટ્વિંટર પર વેબદુનિયા એકાઉંટ દ્વારા વધુમાં વધુ યુઝર્સ વેબદુનિયા સાથે જોડાય શકે છે.
ટ્વિંટર એક સોશિયલ નેટવર્કિંગ અને માઈક્રો સેવા છે. આ પર યૂઝર્સ પોતાની પ્રોફાઈલ બનાવીને પોતાના મિત્રો અને પરિચિતો સાથે જોડાયેલ છે. જેમા યુઝર્સ એક બીજાને પાઠ સંદેશ મોકલે છે જેને ટ્વીટ કહેવામાં આવે છે.
ટ્વિટર પર લિક્સ પણ ભેગી કરી શકાય છે. યુઝર્સ પોતાની પ્રોફાઈલને પોતાના મિત્રો અને સંબંધીઓ સુધી સીમિત રાખી શકે છે કે પછી ટ્વિંટર પર આવનારા બધા યુઝર્સને પોતાની પ્રોફાઈલ ખોલવાની અનુમતિ આપી શકે છે. ટ્વિટરના લગભગ 44 કરોડ 50 લાખ યુઝર્સ હવે વેબદુનિયાની સામગ્રીને ટ્વિટર પર જોઈ અને વાંચી શકે છે.
ટ્વિટરના યૂઝર્સમાં મોટાભાગના વિદેશમાં રહેનારા લોકો છે. આ નવી સેવાથી વિદેશીઓની સાથે-સાથે ત્યાં રહેનારા ભારતીયોને પણ વેબદુનિયા દ્વારા પોતાના દેશ અને પોતાની ભાષા સાથે જોડવાની તક મળશે. ટ્વિટર પર વેબદુનિયા ગુજરાતી સહિત નવ ભાષાઓમા જુદા જુદા એકાઉંટ બનાવવામાં આવ્યા છે, જેમા સંબંધિત ભાષાના પોર્ટલની લિક્સ રહેશે. જેણે ક્લિક કરી તમે ભારતીય ભાષાઓમાં વિવિધ પ્રકારની માહિતી અને સમાચાર વાંચી શકશો.
બીજા શબ્દોમાં હવે વેબદુનિયા પણ એક યૂઝર્સના રૂપમાં ટ્વિટર પર જોડાઈ ગયુ અને જો તમે પણ તેના ફોલોઅર બનવા માંગો છો તો http://twitter.com/Webdunia_Guj પર ફોલોઅર બની ટ્વીંટ મોકલી શકો છો.