જયપુરના ઈંડિયન ઓઈલ ડેપોમાં લાગેલી આગ પર અત્યાર સુધી કાબૂ નથી મેળવી શક્યો છે. ગુરૂવારે સાંજથી લાગેલી આગ હજુ સુધી બેકાબૂ છે.
એવુ બતાવાય રહ્યુ છે કે આગથી અત્યાર સુધી 15 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનાથી લગહગ 200 લોકો ઘાયલ હોવાનુ બતાવાય રહ્યુ છે. આગથી 350 કરોડથી વધુનુ નુકશાન થઈ ચુક્યુ છે.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે હજુ આગને ઓલવવામાં લગભગ 24 કલાક વધુ લાગશે. જ્યારે આ ડેપોનુ ઈંધણ બળીને સંપૂર્ણ ખલાસ નથી થઈ જાય ત્યારે આગ ઓલવવાની શક્યતા છે.
આ દરમિયાન આઈઓસી ડેપોની પાસે ઈલેક્ટ્રોનિક સામાન બનાવનારી એક ખાનગી કંપનીની બે યૂનિટને પણ આગે પોતાની ચપેટમાં લીધી. અહી આગ એટલી ઝડપી છે ઘટના સ્થળ પર હાજર અધિકારી હવે આગને જાતે ઓલવવાની રાહ જોઈ રહ્યા છે.
આ પહેલા પ્રેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. દેવડાએ જયપુર પહોંચીને હોસ્પિટલની મુલાકાત કરી પીડિતોના હાલચાલ પૂછ્યા. સરકારે જાહેરાત કરી છે કે મૃતકોને 10-10 લાખ અને ઘાયલોને 2 લાખનુ વળતર આપવામાં આવશે.
પ્રશાસને સાવધાની રાખતા 5 કિલીમીટર સુધીનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે.