દિવંગત પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંઘીની 25મી પુણ્યતિથિ મનાવવા માટે કોંગ્રેસ તેમના જીવન અને સમયને દર્શાવતી પ્રદર્શની લગાવશે અને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા રેલીનુ આયોજન કરવામાં આવશે.
કોંગ્રેસ પ્રવક્તા જયંતી નટરાજને અહી સંવાદદાતાઓને કહ્યુ પ્રધાનમંત્રી અને કોંગેસ નેતાના રૂપમાં સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય એક સુનિશ્ચિત કરવા માટે લોકો તેમના અદ્વિતીય સાહસને યાદ કરે છે
નટરાજને કહ્યુ કે ઈંદિરા ગાંઘીની પુણ્યતિથિના પ્રસંગ પર સમગ્ર દેશમાં ઘણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રક્તદાન શિબિર લગાવવામાં આવશે અને લધુ ફિલ્મો બતાવવામાં આવશે.