સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ચિદંબરમની પાકિસ્તાનને ચેતાવણી
Feedback Print Bookmark and Share
 

ગૃહમંત્રી પી. ચિદંબરમે શનિવારે રાત્રે પાકિસ્તાનને ભારત
chidambaram
ND
N.D
વિરુદ્ધ ગતિવિધિઓ ચલાવવાને લઈને ચેતાવણી આપી અને કહ્યું કે, 'પાકિસ્તાની જમીન પરથી કોઈ અન્ય હુમલો થવા પર તેનો કડકાઈથી જવાબ આપવામાં આવશે.'


ચિદંબરમે કહ્યું કે, ' તે પાકિસ્તાનને ભારત સાથે રમત ન રમવાની ચેતાવણી આપી રહ્યાં છે અને મુંબઈ હુમલો 'અંતિમ રમત' હોવી જોઈએ. '

તેમણે એક જનસભામાં કહ્યું કે, 'આપણે પૂરી સીમા પર આતંકવાદનો સામનો કરવા માટે દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યાં છીએ. હું પાકિસ્તાનને અમારી સાથે રમત ન રમવાની ચેતાવણી આપી રહ્યો છે. મેં તેને જણાવી દીધું છે કે, મુંબઈ હુમલો તેની અંતિમ રમત છે.'

તેમણે તમિલ ભાષામાં આપવામાં આવેલા પોતાના ભાષણમાં કહ્યું કે, ' જો આતંકવાદી પાકિસ્તાનથી ભારતમાં કોઈ હુમલો કરવાનો પ્રયત્ન કરશે તો ન તો માત્ર તેને પરાજીત કરવામાં આવશે પરંતુ તેનો કડકાઈથી જવાબ પણ આપવામાં આવશે.'

ચિદંબરમે કહ્યું કે, ' પાકિસ્તાન તરફથી કરવામાં આવનારી ઘુસણખોરીના કોઈ પણ પ્રયત્નનો ભારત સખ્તીથી જવાબ આપશે અને અમે આ પ્રકારની કોઈ પણ ઘુસણખોરી સામે લડવાની શક્તિ ધરાવીએ છીએ. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનને સતત ચેતાવણી આપી રહ્યાં છે કે, તે ભારતના મામલાઓમાં દખલઅંદાજી ન કરે પરંતુ જો તે એ કરવાનું જારી રાખશે તો અમે તેનો સખ્તીપૂર્વક જવાબ આપીશું.'
સંબંધિત જાણકારી શોધો