ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા પર આવકવેરા વિભાગનો શકજો જોરદાર રીતે કસાઈ ગયો છે.
ND
N.D
આજે પણ કેટલાયે સ્થળો પર આવક વેરાના દરોડાઓ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે મધુ કોડા અને તેના સહયોગીઓને ત્યાં પાડવામાં આવેલા આવકવેરા વિભાગના દરોડામાં કેટલાક મહત્વપૂર્ણ કાગળો મળ્યાં છે.
લગભગ બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે. દરોડામાં કેટલાયે બેન્ક લોકર્સ અને એકાઉંટ પણ સીજ કરવામાં આવ્યાં છે. દરોડાની આ કાર્યવાહીમાં કુલ 125 અધિકારી અને કર્મચારી શામેલ હતાં.
આવક વિભાગના અધિકારીઓના અનુસાર હવાલા મારફત નાણા બહાર મોકલવામાં આવવાના પૂરાવાઓ પણ દરોડા દરમિયાન હાથ લાગ્યાં છે.