તૃણમૂલ કાંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના
ND
N.D
મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વચ્ચે રવિવારે માઓવાદીઓને લઈને વાક યુદ્ધ શરૂ થયું. બન્નેએ એક-બીજા પર પ્રતિબંધિત માઓવાદીઓ સાથે સંબંધ હોવાનો આક્ષેપ લગાવ્યો.
મમતાએ કહ્યું 'મને લાગે છે કે, માર્ક્સવાદી અને માઓવાદી એક જ સિક્કાની બે બાજુ છે. તે બન્ને એક સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ભટ્ટાચાર્યને બેવડી નીતિ ધરાવતા વ્યક્તિની સજ્ઞા આપતા કહ્યું કે, તે માર્ક્સવાદી અને માઓવાદી છે.
બીજી તરફ ભટ્ટાચાર્યએ આરોપ લગાવ્યો કે, ' માઓવાદી અને તૃણમૂલ એક સાથે કામ કરી રહ્યાં છે.' માકપાના આ દિગ્ગજ નેતાએ હાવડા જિલ્લાના પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, માઓવાદી અને તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં હાથમાં હાથ નાખીને કામ કરી રહ્યાં છે.
કેંદ્રીય રેલ મંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, માકપા માઓવાદીઓના સમર્થનમાં સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું માઓવાદીઓ અને માર્કસવાદીઓની હિંસક ગતિવિધિઓ વચ્ચે કોઈ પણ અંતર નથી.