રેલવેએ ગોંડામાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટનાનો તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 14 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યાં હતાં.
નૉર્થ ઈસ્ટ રેલવેના આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું કે, રેલવે સુરક્ષા આયુક્ત પી. કે. વાજપેયી દુર્ઘટનાના કારણોની તપાસ કરશે.
ગોંડામાં રવિવારે તેજીથી આવી રહેલી ગોંડા-અયોધ્યા પેસેન્જર ટ્રેન એક ફાટક રહિત ક્રૉસિંગ પર ટ્રક સાથે અથડાઈ હતી જેમાં 14 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાં હતાં અને 25 ઘાયલ થયાં હતાં.
રેલવે બોર્ડના અધ્યક્ષ એસ. એસ. ખુરાના અને નૉર્થ-ઈસ્ટ રેલવેના ઇગ્જેક્યૂટિવ જનરલ મૈનેજર એચ. એસ. પન્નૂએ રવિવારે રાત્રે દુર્ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો અને તપાસનો આદેશ આપ્યો.
રેલવેના યાત્રીઓની સુરક્ષા માટે લખનૌ, ગોડા, ખલીલાબાદ અને ગોરખપુર સ્ટેશનો પર હેલ્પલાઈન સ્થાપિત કરી છે. તેના નંબર લખનૌમાં 0522-2638353, ગોંડામાં 05262-221526, અને ખલીલાબાદમાં 05547-226219 છે.