સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » માઓવાદીઓ વિરુદ્ધ સેનાનો ઉપયોગ નહીં : એંટની
Feedback Print Bookmark and Share
 

રક્ષા મંત્રી એકે એંટનીએ માઓવાદીઓ વિરુદ્ધ સેનાનો ઉપયોગ કરવાની યોજનાથી ઈન્કાર કરતાં કહ્યું કે, તેઓની હિંસાથી સખ્તીથી નિવાડો લાવવામાં આવશે. તેમણે કહ્યું 'આંતરિક સુરક્ષાના અંતિમ ઉપાયો અંતર્ગત સેનાનો ઉપયોગ કરવામાં આવે છે અને માઓવાદી ગતિવિધિઓ વિરુદ્ધ તેનો ઉપયોગ કરવાની સરકારની હાલ કોઈ મંશા નથી.'

રક્ષા મંત્રીએ કહ્યું કે, ' કાયદો વ્યવસ્થા મુખ્યત રાજ્ય સરકારનો મામલો છે પરંતુ કેન્દ્ર આંતરિક સુરક્ષાથી નિવાડો લાવવા માટે તમામ પ્રકારનું સમર્થન આપવા માટે તૈયાર છે. તેમાં અર્ધસૈનિક ટુકડી પણ શામેલ છે.'

તેમણે કહ્યું કે, 'સુરક્ષા ટુકડીની ભૂમિકા અલગ છે અને રાજ્યોમાં સમસ્યાઓના સમાધાન માટે સેના અંતિમ હથિયાર છે.'

એંટનીએ કહ્યું કે, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા પ્રદેશોમાં માઓવાદી પોતાના અભિયાનોને અંજામ આપે છે અને હિંસાની તેમની વિચારધારાથી સખ્તીથી નિવાડો લાવવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો