સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » દેશની અખંડીતતા પર જોખમ : ભાગવત
Feedback Print Bookmark and Share
 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે, 'કેટલાક આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે દેશની અખંડિતતા જોખમમાં મૂકાઈ છે. તેમણે કહ્યું કે, 'ભારતની આંતરિક બાબતોમાં ચીન વધુ હસ્તક્ષેપ દાખવી રહ્યું છે તેમજ પાકિસ્તાન સાથેનો વિવાદ પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલાયો નથી.

આરએસએસના વડાએ નક્સલવાદ અને આતંકવાદને કારણે દેશની અખંડીતતા પર ખતરો હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, 'એક સમયે ભારત રશિયાનું અનુકરણ કરતું હતું ત્યારબાદ તેણે અમેરિકાનું અનુકરણ કર્યું જ્યારે હાલ તે ચીનના માર્ગે ચાલી રહ્યું છે.
સંબંધિત જાણકારી શોધો