મહારાષ્ટ્ર વિધાન સભાના પરિણામો જાહેર થયાના દસ દિવસ બાદ એટલે આવતી કાલે રાજ્યના મુખ્ય મંત્રી તરીકે અશોક ચૌહાણ અને નાયબ મુખ્ય મંત્રી તરીકે છગન ભૂજબળ સૌગંધ લેશે.
કોંગી સુત્રોના જણાવ્યા અનુસાર સીએમ તેમજ ડેપ્યુટી સીએમ મંગળવારે શપથ લેશે. જ્યારે કેબીનેટની રચના થોડા સમય બાદ કરવામાં આવશે.
જો કે, હજુ સુધી કેબીનેટની રચના ન થઇ શકતા એ વાતની પ્રતિતિ થાય છે કે, મહારાષ્ટ્રમાં સતત ત્રીજી વખત સત્તામાં આવનારી કોંગ્રેસ અને એનસીપીની યુત્તી હજૂપણ પોર્ટફોલિયોની વહેંચણી બાબતે એકબીજાને વિશ્વાસમાં લઇ શકી નથી.