ગિરીડીહ (ઝારખંડ), મંગળ, 3 નવેમ્બર 2009( 12:06 IST )
કેંદ્રીય સંચાર મંત્રી એ. રાજા અને સિંહભૂમથી સાંસદ મધુ કોડાના કેટલાયે સ્થાનો પર આવકવેરા વિભાગ અને સીબીઆઈના દરોડા બાદ સીપીઆઈ (એમએલ) એ આજે લોકસભા અધ્યક્ષ સમક્ષ આ બન્નેની સદસ્યતા ખત્મ કરવાની માગણી કરી છે.
ગિરીડીહ જિલ્લાના ગામામાં બેઠક બાદ પાર્ટી મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું આવકથી વધારે સંપત્તિના મામલામાં દેશભરમાં 70 સ્થાનો પર આવક વેરા વિભાગના દરોડા પાડવાને ધ્યાનમાં લઈને કોડાની લોકસભા સદસ્યતા રદ્દ કરવા માટે લોકસભા અધ્યક્ષે જરૂરી ઉપાય કરવા જોઈએ.
તેમણે કહ્યું કે, આ પ્રકારે સીબીઆઈ દરોડા બાદ કેંદ્રીય સંચાર મંત્રીને પણ હટાવવા માટે લોકસભા અધ્યક્ષે જરૂરી પગલા હાથ ધરવા જોઈએ.