કથિત હવાલા વેપારના મામલામાં આવકવેરા વિભાગના શકંજામાં ફરાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને આજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
અબ્દુલ રજ્જાક મેમોરિયલ વીવર્સ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે.
તબીબો તેમના ઉપચારમાં જોડાયેલા છે અને પેથોલોજી રિપોર્ટ મળ્યા બાદ જ અમે તેમની સારવાર વિષે કંઈક કહી શકીએ છીએ.