ભાજપાના ટોચના નેતૃત્વ દ્વારા કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન નહીં કરવાની જાહેરાત છતાં પણ અસંતુષ્ટોએ કહ્યું છે કે, તે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવાની પોતાની માગણી પર કાયમ રહે જેનાથી ત્યાં સંકટ હજુ પણ યથાવત છે.
યેદિયુરપ્પાને હટાવાના અભિયાનની આગેવાની કરી રહેલા જી. જનાર્દન રેડ્ડીએ અહીં પત્રકારોને જણાવ્યું કે, કર્ણાટકમાં ભાજપ અને તેના કાર્યકર્તાઓના હિતમાં અમને રાજ્યમાં ખુબ જ સારા નેતૃત્વની જરૂરિયાત છે. મારુ જે પણ વલણ છે તેને હું બદલી ન શકું. તેમણે ભાજપની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ સાથે વાતચીત બાદ આ વાત કહી.