ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદી હવે પૂરી રીતે સ્વસ્થ છે. સ્વાઈન ફ્લૂની અડફેટમાં આવેલા મોદીને તબીબોએ 'કંપલીટલી હેલ્દી' જાહેર કરતા જણાવ્યું છે કે, મોદીમાં સ્વાઈન ફ્લૂના કોઈ લક્ષણ નથી. જો કે, તેમને ગુરૂવાર સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ માહિતી આપી કે, મોદી ગુરૂવારે નિયમિત સાપ્તાહિક કેબિનેટ મીટિંગમાં પણ શામેલ થશે. આ બધા વચ્ચે તે અધિકારી મંગળવારે સાંજથી કામ પર પરત ફર્યા જે કામકાજ મુદ્દે મોદી સાથે મોસ્કો ગયાં હતાં અને જેમને તબીબોએ સાવચેતીના ભાગરૂપે થોડા અલગ-થલગ રહેવાની સલાહ આપી હતી.
એવા આશરે 100 લોકો હતાં. જે મુખ્યમંત્રી મોદીને મોસ્કો યાત્રા દરમિયાન તેમના સંપર્કમાં હતાં તેઓને પણ સ્વાઈન ફ્લૂની દવા ટેમી ફ્લૂ આપવામાં આવી હતી.