સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » વંદે માતરમ્ વિરુદ્ધ ફતવો
Feedback Print Bookmark and Share
 

જમીયત ઉલેમા હિંદે દેશના રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ને ગૈર-ઇસ્લામિક જણાવતા તેની વિરુદ્ધ ફતવો સંભળાવી દીધો છે. જમીયતના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે પારિત એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોને વંદે માતરમ ગીત ગાવવું ન જોઈએ. ખાસ વાત એ છે કે, કેંદ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમ અને સંચાર રાજ્ય મંત્રી સચિન પાયલટ મંળવારે આ અધિવેશનના સમાપન સમારોહમાં પહોંચ્યાં.

જમીયતના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મૌલાના મહમૂદ મદની અને રાષ્ટ્રીય અધ્યક્ષ કારી મોહમ્મદ ઉસ્માનની હાજરીમાં ઉલેમાએ કુલ 25 પ્રસ્તાવ પાસ કર્યા. જે અન્ય પ્રસ્તાવ પાસ થયાં તેમાંથી મોટાભાગના કેન્દ્ર સરકાર માટે રાહત ઓછી અને પડકાર વધારે છે. ઉલેમાએ જિહાદની આડમાં આતંકવાદ અને નિર્દોષોના ખૂનને સ્પષ્ટ રીતે ગૈર ઈસ્લામિક કૃત્ય અને ગુનો જણવ્યો અને આધુનિક શિક્ષણ કેન્દ્રોની સ્થાપનાનો પ્રસ્તાવ એક રાયથી પાસ કર્યો.
સંબંધિત જાણકારી શોધો