સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કોડાના ઘરેથી રૂપિયા ગણવાની મશીન કબ્જે
Feedback Print Bookmark and Share
 

કરોડો રૂપિયાની અનધિકૃત સંપત્તિ જમા કરવાના આરોપમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનું નિવાસસ્થાન અહીં બુધવારે જપ્ત કરી લેવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું કે, હવે એ વાતની જાણ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, કોડાએ સ્વિસ બેન્કમાં નાણા એકત્ર કર્યા છે કે, નહીં.

સૂત્રોએ કહ્યું કે, કોડાના રાંચી નિવાસસ્થાન પર દરોડા દરમિયાન આવકવેરા (આઈટી) અધિકારીઓએ રૂપિયા ગણવાની ચાર મશીનો, રોકાણના કાગળો, રોકડ, ઝવેરાત, એક લેપટોપ અને કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક કબ્જે કરી છે.

આઈટી વિભાગના એક અધિકારીએ કહ્યું કે, કોડાના રાંચી સ્થિત રહેઠાણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. તેમના નિવાસસ્થાન પર તલાશી અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મહત્વપૂર્ણ કાગળો અને અન્ય સામગ્રીઓ જપ્ત કરી લેવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી સામગ્રીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો