સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મમતા બેનર્જીનો માકપા પર આક્ષેપ
Feedback Print Bookmark and Share
 

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ આજે દાવો કર્યો છે કે, માકપા માઓવાદીઓને નેપાળથી લાવી રહી છે અને લોકોને આતંકિત કરવા માટે તેમને હથિયાર પૂરા પાડી રહી છે.

મમતાએ અહીં પાર્ટીની રેલીમાં કહ્યું કે, માકપા માઓવાદીઓને નેપાળથી લાવી રહી છે અને તેમને હથિયાર પૂરા પાડી રહી છે. માકપા અને માઓવાદીઓ જોડિયા ભાઈની જેમ છે. બન્ને જ હત્યારા છે અને બન્ને જ પશ્વિમ બંગાળની ભૂમિમાં કોઈ સ્થાન નથી.

હુગલી જિલ્લામાં ગરબાડી મઠમાં આ રેલી સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાઈ અને આયોજન સ્થળની આસપાસ બહોળી સંખ્યામાં પોલીસકર્મી હાજર રહ્યાં.

રેલી પહેલા આ ક્ષેત્રમાં કાબલે મોરે અને ચમ્પાડાંગામાં તૃણમૂલ કોંગ્રેસ અને માકપા સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો હતો. માકપા અને માઓવાદીઓને લોકતંત્ર માટે ખતરો જણાવતા મમતાએ લોકોને આહ્વાન કર્યું કે, તે 'દેશને બચાવ માટે બન્ને ને નકારે.
સંબંધિત જાણકારી શોધો