કેન્દ્રિયમંત્રી અને એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલે અહીં જણાવયું હતું કે, મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચેનો ખાતા ફાળવણીનો મુદ્દો એક-બે દિવસમાં ઉકેલાઈ જશે. આ મામલે થયેલા મતભેદ જલદી દૂર થઇ જશે, તેવી આશા છે.
બેંગલુરુમાં ઇન્ટરનેશનલ ફૂટબોલ એકેડેમીના ભૂમિપૂજન પ્રસંગે યોજાયેલા ખાસ સમારોહમાં બોલતા કેન્દ્રિયમંત્રી પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ખાતા ફાળવણી સહિતના મુદ્દે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ સર્જાઇ છે, જે આજકાલમાં ઉકેલાઇ જવાની ધારણા છે. અમને એનસીપી અને કોંગ્રેસ બન્નેનો ફિફટી-ફિફટી ચાન્સની આશા છે, તેમ કેન્દ્રિયમંત્રીએ અંતમાં જણાવ્યું હતું.