સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મધુ કોડાનો નાર્કો ટેસ્ટ કરાશે
Feedback Print Bookmark and Share
 

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેનારા હવાલા કૌભાંડના મુખ્ય સુત્રધાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મધુ કોડાએ હજાર કરોડ રૂપિયા ઉપરાંતનું કૌભાંડ આચર્યુ છે. કોડાએ આચરેલા કૌભાંડનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે તેવા સમયે નાર્કો ટેસ્ટથી તે વધુ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે.

શુક્રવારે આવકવેરા વિભાગ કોડાના છ સાથીદારોની પુછપરછ કરશે. જો આ છ લોકોમાંથી કોઇ પણ આજે આવકવેરા વિભાગ સમક્ષ હાજર નહી થાય તો તેઓની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવશે અને તેઓની તરત જ ધરપકડ કરી લેવામાં આવશે.

આવકવેરા વિભાગે મધુ કોડાને જેલમાં મોકલવાની તમામ પ્રક્રિયા પૂરી કરી દીધી છે એટલે એમ લાગે છે કે, કોડાની પણ ટુંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો