સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » હિમાચલમાં બસ દુર્ઘટના, 34 મર્યા
Feedback Print Bookmark and Share
 

હિમાચલ પ્રદેશનાં કાંગડા જિલ્લાના હરિપુર વિસ્તારમાં આજે એક બસ 100 ફુટ ઉંડી ખીણમાં જઈ પડતા 34 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે જ્યારે આ દુર્ઘટનામાં 48 થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.

પ્રાપ્ત સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે લગભગ 10.30 વાગ્યે કાગંડા જિલ્લા નજીક પસાર થતી બસના ચાલકનું સંતુલન હટી જતા આ કરુણાતિંકા સર્જાઈ હતી. આ દુર્ઘટનાના મૃતકોમાં મુખ્યત્વે સરકારી કર્મચારીનો સમાવેશ થાય છે.

આ ગમખ્વાર અકસ્માતમાં 18 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ઘાયલોને પઠાનકોટ અને ધર્મશાળાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો