સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » હેડલીનો પાક. સાથે સંબંધ : ચિદંબરમ
Feedback Print Bookmark and Share
 

ગૃહમંત્રી પી.ચિદંબરમે કહ્યું છે કે, અમેરિકામાંથી પકડાયેલા લશ્કરે તોઇબાનાં આતંકવાદી ડેવીડ હેડલીનો પાકિસ્તાન સાથે સીધો સંબંધ છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યુ કે, હેડલીનો પાકિસ્તાન સાથે સંબંધ છે અને તે ત્યાં ઘણી વખત જઈને પણ આવ્યો છે. આ મુદ્દે પાકિસ્તાનમાં બે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાંથી પકડાયેલો હેડલી અને તેનો મિત્ર તહાવ્વુર હુસૈન રાણા દિલ્હીમાં આવેલી નેશનલ ડિફેન્સ કોલેજ પર હુમલો કરવાની ફિરાકમાં હતાં જેનો ખુલાસો એફબીઆઇએએ કર્યો હતો. આ બંન્નેના આ નાપાક ઇરાદાઓની જાણ બન્ને વચ્ચે થયેલી વાતચીત પરથી થઇ જેનું રેકોર્ડીંગ શિકાગોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યુ હતું.

જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતની નેશનલ ડિફેન્સ કોલેજ પર હુમલો લશ્કરે તોઇબાની પ્રાથમિકતા હતી. આજે ગૃહમંત્રીએ આપેલા નિવેદન પરથી કહી શકાય કે હવે લશ્કરે તોઇબાનાં આતંકીઓ પાકિસ્તાનમાં બેસીને ભારત પર હુમલો કરવાના ષડયંત્ર રચી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો