સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તિરંગો સળગાવવાના આરોપમાં ધરપકડ
Feedback Print Bookmark and Share
 

મણિપુર સરકારે ચાર મહિલાઓને રાષ્ટ્રધ્વજ સળગાવાના આરોપમાં નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) અંતર્ગત પકડી છે. આ મહિલાઓ પર આરોપ છે કે, વર્ષ 1949 માં મણિપુરના ભારતમાં શામેલ હોવા વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે આ કૃત્ય કર્યું હતું. તેઓની એક ઓક્ટોબરના રોજ પોલીસે પુછપરછ માટે અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 1949 ના રોજ મણિપુરને ભારતીય સંઘમાં શામેલ કરવામાં આવ્યું હતું. જેનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. રાજ્યની એક મોટી જનસંખ્યાનું કહેવું છે કે, ભારતમાં તેને તેઓની મરજી વગર ભેળવવામાં આવ્યાં જે તદ્દન ગેરવ્યાજબી છે.
સંબંધિત જાણકારી શોધો