હિન્દી પત્રકારિતાના યશસ્વી હસ્તાક્ષર પ્રભાષ જોશીનું ગુરૂવારે રાત્રે હ્વદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. તે 72 વર્ષના હતાં. તેમના પરિવારમાં પત્ની, 2 પુત્ર, એક પુત્રી અને પૌત્ર છે. તેમનો અંતિમ સંસ્કાર નર્મદા કિનારે કરવામાં આવશે.
હ્રદય રોગનો હુમલો આવવાના કારણે મધ્યરાત્રિએ ગાઝિયાબાદની વસુંધરા કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું મૃત્યુ નિપજ્યું. તેમનો પાર્થીવ દેવ વિમાન મારફત આજે બપોરે ઈંદૌર લાવવામાં આવશે જ્યાં તેમની ઈચ્છા અનુસાર નર્મદા કિનારે તેમનો અંતિમ સંસ્કાર થશે.
ક્રિકેટ પ્રેમી અને લેખક પ્રભાત જોશી હ્રદય રોગનો હુમલો આવ્યાના ઠીક પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલો વન ડે જોઈ રહ્યાં હતાં. રાત્રે 11.30 વાગ્યે તેમને દુ:ખાવો શરૂ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.