સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર - આઝાદ
Feedback Print Bookmark and Share
 

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુલામ નબી આઝાદે આજે કહ્યુ કે દેશમાં વર્તમાન સમય અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં વધુ રોકાણ કરવાની જરૂર છે. જેથી બધા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારના લોકોને ચિકિત્સા સગવડ મળી શકે.

આઝાદે અહી મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં મંત્રાલયની ગતિવિધિઓ જાણી રહ્યા હતા. તેમણે કહ્યુ કે અન્ય ક્ષેત્રોના વિકાસમાં વધુ ખર્ચ થવાને કારણે સ્વાસ્થ્ય દેખભાલને માટે બની જન સ્વાસ્થ્ય પ્રણાલીના સુધારમાં ઓછો ખર્ચ થઈ રહ્યો છે, જેનાથી દેશના ગ્રામીણ અને દૂરના લોકોને સ્વાસ્થ્ય સગવડો ન મળી શકી, જે અત્યાર સુધી મળી જવી જોઈએ હતી. તેમણે કહ્યુ કે આપણે અન્ય ક્ષેત્રોમાં થતા ખર્ચોમાં થોડો કાપ મુકી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવુ જોઈએ.
સંબંધિત જાણકારી શોધો