સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » યેદિયુરપ્પા જ રહેશે કર્ણાટકના મુખ્યમંત્રી
Feedback Print Bookmark and Share
 

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ ભાજપાનો કર્ણાટક સંકટ શનિવારે પુરૂ થઈ ગયુ. દિલ્લીએ બીએસ યેદુયુરપ્પાને જ મુખ્યમંત્રી બનાવી રાખવાનો નિર્ણય લીધો છે. જો કે રેડ્ડી બંધુઓએ આવી કોઈ સમજૂતીથી ઈંકાર કર્યો છે.

આ આશયની જાહેરાત યેદિરુપ્પાએ જાતે સવારે રીતસરનુ નિવેદન રજૂ કરીને કરી. તેમણે કહ્યુ કે પાર્ટીના ટોચના નેતૃત્વએ કર્ણાટક માં નેતૃત્વને લઈને રજૂ સંકટનુ સમાધાન શોધી લીધુ છે. હાઈ કમાન ઈચ્છે છે કે હુ જ મુખ્યમંત્રી સરકારનુ નેતૃત્વ કરુ.

તેમણે કહ્યુ એક હુ ટોચના નેતાઓનો આભારી છુ, જેમણે મારામાં વિશ્વાસ બતાવ્યો.

પહેલીવાર દક્ષિણના કોઈ રાજ્યમાં ભાજપાને સત્તા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા યેદિરુપ્પાએ કહ્યુ એક હુ મારા બધા સહયોગીઓ સાથે એક થઈને કામ કરીશ.

રેડ્ડી બંધુઓએ ઈંકાર કર્યો - આ દરમિયાન રેડ્ડી બંધુઓએ સંકટના સમાધાનના સમાચારોને રદ્દ કર્યો છે. પ્રદેશના પર્યટન મંત્રી જે જનાર્દન રેડ્ડી કહ્યુ કે અમને પાર્ટીએ અધિકારિક રૂપે કોઈ સૂચના નથી આપી.
સંબંધિત જાણકારી શોધો