સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » દલાઈ લામાનું તવાંગમાં જોરદાર સ્વાગત
Feedback Print Bookmark and Share
 

તિબેટીઓના ધાર્મિક ગુરૂ દલાઈ લામા ચાર દિવસની યાત્રા પર અરુણાચલ પ્રદેશના તવાંગ પહોંચી ગયાં છે. તેમની આ યાત્રાનો ચીન કટ્ટર વિરોધ કરી રહ્યું છે પરંતુ ભારતે કહ્યું છે કે, લામા તેમના મહેમાન છે અને દેશમાં કોઈ પણ સ્થળે યાત્રા કરવા માટે સ્વતંત્ર છે.

દલાઈ લામા તવાંગ મઠના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત બૌદ્ધ મઠમાં સંગ્રહાલય અને પુસ્તકાલયનું પણ ઉદ્દાટન કરશે.

દલાઈ લામાની તવાંગ યાત્રા એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે, તે તિબેટની ઘણી નજીક છે. તિબેટ પર ચીનના કબ્જા બાદથી અહીં બહોળી સંખ્યામાં તિબેટીઓ વસવાટ કરી રહ્યાં છે.

ચીન દલાઈ લામા પર એ આરોપ લગાડતું રહ્યું છે કે, તે તિબેટની આઝાદીની માગણી કરે છે જ્યારે તિબેટ તેનું અભિન્ન અંગ છે.

દલાઈ લામા રવિવારે સવારે દિલ્હીથી ગૌહાટી માટે રવાના થયાં અને અહીંથી હેલિકોપ્ટર મારફત તવાંગ પહોંચ્યા. તવાંગ પહોંચવા પર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડૂએ તેમની આગેવાની કરી. ધાર્મિક યાત્રા પર અહીં પહોંચેલા બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
સંબંધિત જાણકારી શોધો