આવક કરતાં વધુ સંપતિ રાખવાના આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પેટમાં સખત દુખાવાની ફરિયાદને પગલે મધુ કોડાને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
સુત્રોના જણાવ્યા કોડાને ઇડી (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ) વિભાગે 11 નવેમ્બરના રોજ દિલ્હી હાજર થવાની સુચના આપી છે. છેલ્લા ચાર-પાંચ દિવસોથી કોડાના પેટમાં દુખાવો રહેતો હતો.
આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ પુછપરછ માટે કોડાની હોસ્પિટલમાંથી બહાર આવવાની રાહ જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મધુ કોડા અને અને તેના સાથીદારોના 70 સ્થળોએ આવકવેરા વિભાગે 31 ઓક્ટોબરના રોજ દરોડા પાડી કરોડોની બેનામી સંપતિ જપ્ત કરી હતી.
11 બકરાની બલી
કોડાની પત્ની ગીતાએ શુક્રવારે રામગઢના રાજરપ્પા મંદિરમાં પતિની સલામતી માટે 11 બકરાઓની બલી ચઢાવી હતી. તેણે એમ પણ જણાવ્યુ હતું કે, તેના પતિ નિર્દોષ છે. તેમણે કોઇ જાતનું કૌભાંડ આચર્યુ નથી, તે એક મોટા ષડયંત્રનો શિકાર બની ગયા છે.