લોકસભાના વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેમણે પોતાના જીવનના 82 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રંસગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ,
ND
N.D
મનમોહન સિંહે તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પુષ્પગુચ્છ આપીને અડવાણીને શુભેચ્છા પાઠવી હતી જ્યારે પ્રધાનમંત્રી તેમજ લોકસભાના સ્પિકર મીરા કુમારે તેમને ફોન પર શુભેચ્છા પાઠવી હતી.
શુભેચ્છા આપનારાઓમાં ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ, વેંકૈયા નાયડુ, કલરાજ મિશ્રા, શાહનવાઝ હુસૈન અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થાય છે. જ્યારે આઈએનએલડીના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાએ ભાજપના નેતાને અંગત શુભેચ્છાઓ પાઠવી હતી.