ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના અધ્યક્ષ અને સાંસદ કર્ણ સિંહે આજે કહ્યું છે કે, આતંકવાદ અને ભૂખ સિવાય જલવાયુ સાથે જોડાયેલી સમસ્યાઓનો નિવાડો લાવવામાં ભારત અને અમેરિકાએ એકજૂથ થવું જોઈએ.
ન્યૂયોર્ક યૂનિવર્સિટીના માનદ ડોક્ટ્રેટથી સમ્માનિત કર્ણ સિંહે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે લાંબા અને સારા સંબંધ રહ્યાં છે. સમ્માન સ્વીકાર કરતાં સિંહે એક નિવેદનમાં જણાવ્યું કે, 20 મી સદી દરમિયાન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યાં છે તથા માનવ હિતમાં કોઈ યોગ્યતા પ્રાપ્ત કરવામાં આવી છે.