સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસીમ આજમીના હિંદી ભાષામાં સૌગંધ લેવા પર મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના ધારાસભ્યોએ જોરદાર હંગામો કર્યો. મનસેના તમામ ધારાસભ્યોએ મરાઠીમાં સૌગંધ લેવા માટે કહ્યું હતું. હંગામા દરમિયાન રાજ ઠાકરેની પાર્ટીના એક સભ્યે આજમીને થપ્પડ પણ મારી દીધી.
આજમીના હિંદીમાં સૌગંધ લેવાની શરૂઆતની સાથે જ મનસેના તમામ 13 સભ્ય આજમી તરફ દોડ્યા અને માઈક છીનવી લીધું તે આજમીના મરાઠીમાં સૌગંધ લેવાની માગણીને લઈને નારાઓ લગાડવા લાગ્યાં.
ત્યાર બાદ પણ હંગામો જારી રહ્યો અને મનસેના ધારાસભ્ય રામ કદમે આજમીને થપ્પડ મારી દીધી. જેને પગલે સદનને અડધા કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી. મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને ઊર્જા મંત્રી અજીત પવારે સદનમાં શાંતિ કાયમ રાખવાનો પ્રયત્ન કર્યો.
મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ગત માસે જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટીના સદસ્ય સુનિશ્ચિત કરશે કે, તમામ ધારાસભ્ય મરાઠીમાં સૌગંધ લે. રાજની ચેતાવણી આપી હતી કે, જો કોઈ ધારાસભ્ય મરાઠીમાં સૌગંધ નહીં લે તો સદન જોશે કે, શું થાય છે.