સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મનસેના ચાર ધારાસભ્યો સસ્પેન્ડ
Feedback Print Bookmark and Share
 
મહારાષ્ટ્ર વિધાનસભામાં હિન્દી ભાષામાં સૌગંધ લેવા મુદ્દે થયેલા ભારે હંગામા બાદ મનસેના ચાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

મનસેના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણી ગૃહમાં કરવામાં આવી હતી. તે પ્રસ્તાવને મંજુર રાખી રામ કદમ, રમેશ વાંજલે, શિશિર શિન્દે અને વસંત ગીતેને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યના મુખ્યમંત્રી અશોક ચૌહાણે સમગ્ર ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરવાનું વચન આપ્યુ છે. વધુમાં ચૌહાણે જણાવ્યુ છે કે, વિડીયો ફુટેજ જોયા બાદ જો જરૂર લાગશે તો પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ એમએનએસ કાર્યકરો જણાવી રહ્યાં છે કે, તેઓને આ સમગ્ર ઘટનાનો કોઇ પસ્તાવો નથી. મરાઠી અમારી માતૃભાષા છે અને તેમાંજ ધારાસભ્યોએ સૌગંધ લેવા જોઈએ. જેને આ ભાષા ન સમજાય તેને અમારી ભાષામાં સમજાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ ધમકી આપી હતી કે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો મરાઠી ભાષામાંજ સૌગંધ લે.
સંબંધિત જાણકારી શોધો