ઉત્તરપ્રદેશની ફિરોજાબાદ લોકસભા સીટ અને સાત રાજ્યોની 31 વિધાનસભા સીટો માટે જારી કાઉંટિગના પરિણામો અનુસાર યૂપીમાં બીએસપી, પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કેરળ અને અસમમાં કોંગ્રેસનો ડંકો વાગતો દેખાઈ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સીટો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વેંચાઈ ગઈ છે. લેફ્ટ ફ્રંટને પોતાની અસરવાળા બંગાળ અને કેરળ, બન્ને સ્થાને પછાટ ખાવી પડી છે જ્યારે ઉત્તરપ્રદેશમાં 11 સીટો પર થયેલી ઉપચૂંટણીમાં બીએસપી 5 સીટો જીતી ચૂકી છે અને 4 પર સરસાઈ મેળવીને બેઠી છે.
ઉત્તર પ્રદેશની ફિરોજાબાદ લોકસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર અને એક સમયના બોલીવુડના અભિનેતા રાજ બબ્બરે સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવને આશરે 83 હજાર વોટથી હરાવી દીધી છે. આ સીટ એસપી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવના રાજીનામાથી ખાલી પડી હતી. અખિલેશે ફિરોજાબાદ અને કન્નોજ બે સ્થાનોથી લોકસભા ચૂંટણી જીતી હતી બાદમાં તેણે ફિરોજાબાદ સીટ પરથી રાજીનામું આપી દીધું હતું. અહીંથી તેમની પત્ની ડિમ્પલ યાદવને ઉમેદવાર બનાવામાં આવી હતી.