ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડ બુધવારે ભારત યાત્રા પર પહોંચ્યાં. આ પ્રવાસ પર ભારતી નેતાઓ સાથે તેમની વાતચીતમાં આર્થિક અને વ્યાપારિક સંબંધો સિવાય ઓસ્ટ્રેલિયામાં ભારતી વિદ્યાર્થીઓ પર વંશીય હુમલાનો મુદ્દો પણ પ્રમુખતાથી ઉઠવાની સંભાવના છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે રડની યાત્રા વિષે કહ્યું કે, ' ભારતીય વિદ્યાર્થીઓ તથા ભારતવંશી લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, આ હુમલાનો ક્રમ ગત સપ્તાહે પણ જારી રહ્યો.'
રડની ભારતીય નેતાઓ સાથે વાતચીત દરમિયાન આ વંશીય હુમલાનો મુદ્દો પણ ઉઠવાની સંભાવના વિષે તેમણે કહ્યું કે, ' આ હુમલા ચિંતાનો વિષય છે.'
પ્રકાશે કહ્યું કે, ' વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાએ ઓસ્ટ્રેલિયામાં આ મુદ્દાને અગ્રસ્તર પર ઉઠાવ્યો હતો અને સરકાર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખીને બેઠી છે.'