ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના કારનામાઓની લીસ્ટ ઘણી લાંબી થતી જઈ રહી છે. આ મામલામાં આવકવેરા વિભાગને કેટલીક અન્ય માહિતીઓ પણ હાથ લાગી છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ પોતાના સમર્થકો વચ્ચે 600 થી વધુ વાહનો વેંચ્યાં.
આવકવેરા વિભાગના સૂત્રોનું માનીએ તો કોડાએ આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના સમર્થકો વચ્ચે 600 બાઈક, 25 થી 30 સ્કોર્પિયો, બોલેરો અને બીજા ચાર પૈડાવાળા વાહનો વેંચ્યાં. આવકવેરા વિભાગને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ કામ માટે કોડાએ એક શો રૂમમાં એક દિવસમાં 200 બાઈક ખરીદી હતી. તેની વધુ તપાસ માટે આવકવેરા વિભાગે ટ્રાંસપોર્ટ વિભાગ પાસે વધુ માહિતી માંગી છે.
એટલું જ નહીં રાજ્યના ખાણ અને ભૂતલ મંત્રીની હૈસિયતથી અને બાદમાં મુખ્યમંત્રી રહેતા તેમણે પોતાના પદનો જોરદાર ઉપયોગ કર્યો. ખાણોની ફાળવણી માટે કોડાએ કેન્દ્ર સરકાર પાસે પણ લોખંડ-સ્ટીલની 17 ખાણો માટે પોતાના પસંદીદા નામોનું એક લિસ્ટ મોકલ્યું. આ ઉપરાંત કોડા પર ગત વર્ષે ફેબ્રુઆરીમાં એક જ દિવસમાં ખાણ સાથે જોડાયેલી 40 ફાઈલોને રફ્ફા-દફ્ફા કરવાનો પણ આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, 2500 કરોડ રૂપિયાના કૌભાંડમાં આવકવેરા વિભાગ મધુ કોડા સાથે મંગળવારથી પુછપરછમાં જોડાયું છે જો કે, 15 નવેમ્બરના રોજ દિલ્હીમાં પ્રવર્તન નિર્દેશાલય પણ તેની પુછપરછ કરશે.