ઓરિસ્સાના મલ્કાનગિરી જિલ્લામાં આજે સંદિગ્ધ માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આઈઈડી વિસ્ફોટમાં કેંદ્રીય રિજર્વ પોલીસ ટુકડી :સીઆરપીએફ: ના એક ડેપ્યુટી કમાંડર સહિત ટુકડીના ત્રણ કર્મી શહીદ થયાં છે.
સીઆરપીએફના સૂત્રોએ જણાવ્યું કે, વિસ્ફોટ એ સમયે થયો જ્યારે સીઆરપીએફનો કાફલો મધુવન..89 થી લક્ષ્મીપુર તરફ જઈ રહ્યો હતો.
વિસ્ફોટમાં મૃત્યુ પામેલા સીઆરપીએફના અધિકારીને ઓળખ ભૂપિંદર સિંહના રૂપમાં કરવામાં આવી છે. ઘટના સમયે કાફલામાં લગભગ ત્રણ-ચાર વાહન હતાં જે નષ્ટ થઈ ગયાં.