સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મહેશ ભટ્ટના પુત્રને મળ્યો હતો હેડલી
Feedback Print Bookmark and Share
 

ડેવિડ કોલમન હેડલીએ વારંવાર પોતાના ઈ-મેલ અને પત્રમાં જે રાહુલ વિષે ઉલ્લેખ કર્યો હતો તે કોઈ અન્ય નહીં પરંતુ નિર્દેશક મહેશ ભટ્ટનો પુત્ર રાહુલ ભટ્ટ હતો.

સૂત્રોના અનુસાર રાહુલે જણાવ્યું છે કે, તેની હેડલી સાથે મુલાકાત થઈ હતી પરંતુ તે એ સમયે હેડલીના ઈરાદાઓને જાણતો ન હતો. તેને એ પણ જણાવ્યું કે, હેડલી તેમને કામ માગવાના મુદ્દે મળ્યો હતો.

અત્રે જણાવાનું કે, તહાવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમન હેડલી વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફરિયાદ દાખલ કરી છે.

એફઆઈઆરમાં હેડલી-રાણા પર લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું અને ભારતમાં આંતકી ઘટનાઓનું ષડયંત્ર રચવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

આ મુદ્દે રાષ્ટ્રીય તપાસ એજન્સીની એક ટીમ જાન્યુઆરીમાં તપાસ માટે અમેરિકા પણ જશે. એક માસ પહેલા આ બન્નેની એફબીઆઈને ધરપકડ કરી હતી ત્યાર બાદ પૂરા ષડયંત્રનો ખુલાસો થયો.
સંબંધિત જાણકારી શોધો