ઇંટરનેશનલ ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા જઈ રહેલા સચિન તેંડુલકરની પ્રશંસા કરનારા લોકોમાં અમિતાભ બચ્ચન અને લતા મંગેશકર જ નહીં પરંતુ યોગ ગુરુ બાબા રામદેવ પણ શામેલ છે. બાબા રામદેવે આ માસ્ટર બેટ્સમેનને તેની આ સિદ્ધિ પર શુભકામના પાઠવી છે.
રામદેવે કહ્યું છે કે, સચિને અદમ્ય સાહસ, પરાક્રમ, સંયમ, એકાગ્રતા અને સાદગીપૂર્ણ જીવન જીવતા સતત 20 વર્ષ સુધી ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારત અને પૂરી દુનિયામાં દેશનો ધ્વજ ફરકાવ્યો છે.
તેમણે કહ્યું કે, સાર્વજનિક વિવાદોથી દૂર રહીને નિરંતર પોતાના ધ્યેય પ્રત્યે સમર્પિત રહીને તેમણે અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે.
આ મહાનાયકે પોતાના જીવનમાં વૈભવ મેળવ્યો એટલું જ નહીં ભારતીય સંસ્કાર, મર્યાદાઓ તથા પારિવારિક દાયિત્વો પ્રત્યે સંવેદનશીલ રહીને પણ દેખાડ્યું