સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મંડોર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, આઠના મોત
Feedback Print Bookmark and Share
 

રાજસ્થાનના દૌસા જિલ્લામાં બાંસકૂની પાસે જોઘપુરથી દિલ્લી આવી રહેલ મંડોર એક્સપ્રેસ આજે સવારે પાટા પરથી ઉતરી જવાથી એક છોકરી સહિત આઠ લોકોના મોત થઈ ગયા. પચાસ લોકો ઘાયલ થઈ ગયા.

રેલવે અને પોલીસ સૂત્રોએ કહ્યુ કે અહીથી લગભગ 45 કિલોમીટર દૂર જાટવાડા અને ઝાર સ્ટેશન વચ્ચે મોડી રાત્રે લગભગ સવા એક વાગ્યે બાંસકૂ ક્રોસિંગ પર ટ્રેનના 11 થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

રાહત અને બચાવ ટ્રેન પણ મેડિકલ ટીમની સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ. ઘાયલોને અહીના એસએમએસ અને અન્ય હોસ્પિટલોમા દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગહલોત જાતે રાહત અને બચાવ કાર્યનુ નિરીક્ષણ કરી રહ્યા છે.

ગહલોતે અધિકારીઓને ઘાયલોની સારવાર માટે બધા યાત્રીઓની દેખરેખ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે રાજ્ય પરિવહન નિગમને કહ્યુ કે નિ:સહાય યાત્રીઓને જયપુર લાવવા માટે તેઓ તત્કાલ બસોને ઘટનાસ્થળ પર મોકલે.

મુખ્યમંત્રીએ બે મંત્રીઓ બૃજકિશોર શર્મા અને રામલાલ જાટને પણ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્યોની તપાસ કરવા માટે મોકલી આપ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મંડોર, રાજસ્થાન