સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ટ્રેન દુર્ઘટના : મૃતકોના પરિવારને પાંચ લાખનુ વળતર
Feedback Print Bookmark and Share
 

N.D
રાજસ્થાનના દૌસામાં થયેલ ટ્રેન દુર્ઘટના પછી રેલ મંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ અને ગંભીર રૂપે ઘાયલોને એક એક લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાધારણ રૂપે ઘવાયેલા લોકોને 10-10 હજાર રૂપિયા આપવાની જાહેરાત પણ કરી છે.

રેલ મંત્રી મમતા બેનર્જીએ વળતરની સાથે સાથે આ દુર્ઘટનાની તપાસ કરી દોષીઓ સામે પગલા લેવાનો ભરોસો અપાવ્યો છે.

દુર્ઘટના પછી રાજસ્થાનના દૌસામાં મંડોર એક્સપ્રેસ ટ્રેનની 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થઈ ગયા, જ્યારે કે 50થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. આ દુર્ઘટના દૌસાની પાસે બાસકો ક્રોસિંગ પર થયો. આ ટ્રેન દિલ્લી આવી રહી હતી.
સંબંધિત જાણકારી શોધો