સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » જમ્મૂમાં પાંચ આતંકવાદી ઠાર
Feedback Print Bookmark and Share
 

જમ્મૂ-કાશ્મીરના ઉડી સેક્ટરમાં સુરક્ષાટુકડીએ શનિવારે સીમાપારથી ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ કરતાં પાંચ આતંકવાદીને ઠાર કર્યા.

રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, સૈનિકોએ કાલાપહાડના રસ્તે ભારતીય સીમાથી ઘુસણખોરી કરી રહેલા ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓના ટોળાને જોયું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે, દરમિયાન આંતકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો જવાબમાં સેનાના જવાનોએ પણ ગોળીઓ ચલાવી આ અથડામણમાં પાંચ આંતકવાદી મૃત્યુ પામ્યાં. સત્તાવાર સુત્રોના જણાવ્યાનુસાર આતંકવાદીઓએ લસાબાહકના રસ્તે ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો.
સંબંધિત જાણકારી શોધો