સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કસાબ સાથે થશે હેડલી વિષેની પુછપરછ
Feedback Print Bookmark and Share
 

ગત વર્ષ 26/11 ના રોજ મુંબઈમાં થયેલા આંતકી હુમલામાં અમેરિકી નાગરિક ડેવિડ કોલમૈન હેડલી ઉર્ફે દાઉદ ઊદ ગિલાનીનું નામ સામે આવ્યાં બાદ તેની ભૂમિકાની જાણ લગાડવા માટે એનઆઈએએ પૂરી તાકાત લગાવી દીધી છે.

હેડલીના રોલની માહિતી આપવા માટે એનઆઈએના અધિકારી મુંબઈ પહોંચી ચૂક્યાં છે અને મુંબઈ હુમલામા જીવિત પકડાયેલા એકમાત્ર આતંકી અજમલ આમિર કસાબથી પણ બીજી વખત પુછપરછ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

આતંકી ઘટનાઓની તપાસ માટે આ વર્ષે બનાવામાં આવેલી એનઆઈએ માટે આ સૌથી મોટો કેસ છે. આ જ કારણ છે કે, એજેંસીના અધિકારી મુંબઈ હુમલામાં હેડલી અને તહવ્વુર હુસૈન રાણાની ભૂમિકાનો પર્દાફાશ જલ્દીમાં જલ્દી કરવા ઈચ્છે છે.

કસાબથી પુછપરછ ઉપરાંત એનઆઈએ મુંબઈ પોલિસની ક્રાઇમ બ્રાંચ દ્વારા એકત્ર કરવામાં આવેલા પૂરાવાઓની શોધખોળ કરવાની તૈયારીમાં છે. એનઆઈએ હેડલી અને રાણાની ભૂમિકાની તપાસ માટે પ્રાથમિકતા એટલા માટે આપી રહી છે કારણ કે, એકત્ર કરાયેલા પૂરાવાઓના આધાર પર અમેરિકા પર હેડલી અને રાણાના પ્રત્યર્પણ માટે દબાણ બનાવામાં આવી શકશે.
સંબંધિત જાણકારી શોધો