મધ્યપ્રદેશના કેટલાયે વિસ્તારોમાં આકાશીય વીજળી ત્રાટકી છે. અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે અસંખ્ય ઘાયલ થઈ ગયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પન્ના જિલ્લાના મોહારી ગામમાં સ્કૂલના મધ્યાહ્ન ભોજન દરમિયાન વીજળી પડવાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું જ્યારે બે શિક્ષક સહિત 24 લોકો ઘાયલ થઈ ગયાં. દુર્ઘટનામાં સ્કૂલનું ભવન પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું.
મૃતક વિદ્યાર્થી દુલીચંદના પરિજનોને પ્રશાસને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે જ્યારે ઘાયલ વિદ્યાર્થીઓને કટની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
એક અન્ય ઘટનામાં પન્ના જિલ્લાના શાહપુર ખુર્દમાં ખેતમાં વીજળી પડવાથી બે ખેડૂતોના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યાં. જ્યારે ડિંડૌરીના ચૌરા અને સાલીબાડા ગામમાં આકાશીય વીજળી પડવાથી બે લોકોના મૃત્યુ નિપજ્યાં જ્યારે સિવનીના સરોસા ગામમાં આકાશીય વીજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે.