એક રોમાંચકારી આકાશીય ઘટનાક્રમ અંતર્ગત મંગળ અને બુધવારે વહેલી સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે ઉલ્કાઓના વરસાદથી સમગ્ર આકાશમાં આતશબાજી જેવો નજારો જોવા મળશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ આકાશીય ઘટનાક્રમનો પૂરેપૂરો લહાવો માણવા માટે રાજસ્થાનનું જૈસલમેર સર્વોત્તમ સ્થાન છે કારણ કે અન્ય શહેર રોશનીથી જગમગ રહે છે. વૈજ્ઞાનિકોના અનુસાર સૌથી વધુ ઉલ્કા વૃષ્ટિ 3.13 થી 3.20 વાગ્યા વચ્ચે થઈ શકે છે.